અમૂલે વિવિધ પ્રોડક્ટના ભાવમાં વધારો કર્યો

2022-07-18 256

જનતાને મોંઘવારીનો વધુ એક માર પડવા જઈ રહ્યો છે. હકીકતમાં અમૂલ ડેરીની વિવિધ પ્રોડક્ટ્સમાં આવતીકાલથી ભાવ વધારો અમલી થવા જઈ રહ્યો છે.
હકીકતમાં દૂધથી બનેલી પેક્ડ પ્રોડક્ટમાં આજથી 5 ટકા જીએસટી લાગૂ કરવામાં આવ્યો છે. જેના કારણે અમૂલે પણ પોતાની વિવિધ પેક્ડ પ્રોડક્ટના ભાવમાં વધારો ઝીંક્યો છે. જે અંતર્ગત અમૂલના મસ્તી દહી અને લસ્સીના પાઉચમાં આવતીકાલથી નવો ભાવ વધારો અમલી થઈ જશે.