અમદાવાદમાંથી ઠગ તાંત્રિક ત્રિપૂટી ઝડપાઈ, હવામાં લીંબુ તરતું મૂકીને લોકોને છેતરતા

2022-07-18 827

તાંત્રિક વિદ્યાના બહાને એકના ડબલ રૂપિયા કરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરતી ઠગ ટોળકી ઝડપાઈ ગઈ છે. આ તાંત્રિક ટોળકી છેતરપિંડી માટે તાંત્રિક વિધી કરતા વીડિયો પણ બનાવ્યા હતા. હાલ તો SOGએ 3 આરોપીની ધરપકડ કરી રૂપિયા 9 લાખ કબ્જે કર્યા છે. જ્યારે ગેંગના અન્ય ફરાર આરોપીની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.