તારંગા હિલ સ્ટેશનમાં ચોમાસાની ઋતુમાં આહલાદક નજારો જોવા મળ્યો છે. જેમાં કુદરતી હરિયાળી વચ્ચે તારંગા હિલ સ્ટેશન મનમોહક બન્યુ છે. તેમાં તારંગા જૈન તીર્થના દર્શન સાથે
કુદરતી નજારો નિહાળવા લોકો ઉમટ્યા છે. તેમજ ચોમાસાની શરૂઆતથી પર્યટકોનો ધસારો વધ્યો છે.
મહેસાણા જિલ્લાના સતલાસણા પાસે આવેલ જૈન તીર્થ અને હિલ સ્ટેશન એવા તારંગા હિલ પર ચોમાસાની શરૂઆત થતા વાતાવરણ નયનરમ્ય બન્યું છે. જેનો લ્હાવો લેવા પર્યટકોનો પણ
ધસારો વધ્યો છે. મહેસાણા જિલ્લાના હિલ સ્ટેશન એવા તારંગા હિલ પર વરસાદની શરૂઆત થતા આ પહાડી વિસ્તાર પર લીલીછમ ચાદર પથરાઈ ગઈ છે. તારંગા હિલ પર પ્રાચીન જૈન
તીર્થ પણ આવેલું છે તેમજ આ સ્થળ પર પહોંચવા વાહન માર્ગે પર્વતો પર ચઢાણ કરવાનું આવતું હોવાથી અને પર્વતોની હારમાળા વચ્ચે આવતું હોવાથી પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર
પણ બન્યું છે. હાલમાં અહીં ગુજરાતના ખૂણે ખૂણેથી પર્યટકો પરિવાર સાથે આવી કુદરતી નજારો માણી રહ્યા છે.