તમિલનાડુના કલ્લાકુરુચીમાં ધોરણ-12ની વિદ્યાર્થીની મોત થતાં હિંસા ફાટી નીકળી છે. પ્રદર્શનકારીઓએ બસોમાં આગ લગાવી હોવાની ઘટના સામે આવી છે. મુખ્યમંત્રી સ્ટાલીને દોષિતોને કડક સજાના આદેશ આપ્યા તો કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ સુરક્ષા જવાનોની ટીમ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના એક જવાન શહિદ થયા છે.