મેડિકલ અને ડેન્ટલ માટે દેશભરમાં નીટની પરીક્ષા યોજાઈ હતી, જેમાં 18 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એકંદરે પેપર મધ્યમ રહ્યું હતું. અમદાવાદના 10 હજાર અને રાજ્યભરના 70 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, ફિઝિક્સના અમુક પ્રશ્નો મુંઝવણભર્યા હતા.