આવતીકાલે રાષ્ટ્રપતી પદની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે વિપક્ષ દ્વારા તેમના રાષ્ટ્રપતિપદના ઉમેદવારનું નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિપક્ષની બેઠક યોજાયા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા માર્ગરેટ આલ્વાના નામની સત્તાવાર જાહેરાત કરાઈ છે. આ જાહેર શરદ પવારે કરી છે. માર્ગરેટ આલ્વા રાજસ્થાન, ગોવા અને ગુજરાતના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. તો બીજી તરફ ભાજપના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદિ મૂર્મુની પસંદગી કરવામાં આવી છે. આ માટે ભાજપના ધારાસભ્યોને મતદાન માટે ટ્રેનિંગ પણ અપાઈ છે. ધારાસભ્યોને રોમન આંકમાં એકડો લખી મત આપવાનો રહેશે. તો મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે કે, ગુજરાતના ધારાસભ્યો દ્રૌપદી મૂર્મુને જીતાડશે. સાથે તેમણે જણાવ્યું કે, આદિવાસી મહિલા દેશના રાષ્ટ્રપતિ બને તે ગર્વની વાત હશે. તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, દ્રૌપદી મૂર્મુને જીતાડવા અમે કટિબદ્ધ છીએ.