રાજકોટમાં આવતીકાલે કોળી સમાજનું મહાસંમેલન યોજાશે

2022-07-17 127

સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનો રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટમાં આવતીકાલે કોળી સમાજનું મહાસંમેલન યોજાશે. દેવજીભાઈ ફતેપરાના ન્યારીડેમ પાસે પોતાના ફાર્મ હાઉસમાં આવતીકાલે સાંજે 4 વાગ્યે સંમેલન યોજાશે. વેલનાથ ગ્રુપના અધ્યક્ષ અને ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા સંમેલનમાં હાજરી આપશે. સૌરાષ્ટ્રભરના ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના સંગઠન માટે આ સંમેલન યોજાઈ રહ્યું છે. આ સંમેલન માં સમાજ સંગઠન સાથે રાજકીય શક્તિનું પ્રદર્શન જોવા મળશે. ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ કહ્યું કે, ચુવાળીયા કોળી સમાજના ભાજપના અગ્રણીઓ સંમેલનમાં ઉપસ્થિત રહેશે.

Videos similaires