ઇસ્કોન મેગા મોલ સામે રસ્તા પર ખાડો પડતા વાહનચાલકોને હાલાકી

2022-07-15 247

વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે ત્યારે અમદાવાદ શહેરના રસ્તાઓની હાલત પણ ખસ્તા જોવા મળી રહી છે. વરસાદના કારણે જલ્દી જ ખરાબ થઈ ચૂકેલા રસ્તાઓના કારણે ઠેર ઠેર ભૂવા પડેલા જોવા મળી રહ્યા છે. અચાનક પડેલા ભૂવાના કારણે ઇસ્કોન મેગા મોલ સામે મોચા રેસ્ટોરન્ટ મુખ્ય રોડ પર પણ રસ્તામાં વળાંક પાસે ખાડો જોવા મળ્યો છે. જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Videos similaires