ગીર-સોમનાથમાં મેઘાની ધડબડાટી, 2 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો

2022-07-14 393

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર હવે કહેર બનીને તૂટી પડી છે. છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને પગલે અનેક લોકોને અસર થઈ છે, ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. એવામાં ગીર-સોમનાથમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ સુત્રાપાડામાં 2 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.