ચીખલી નજીક સાદકપોરમાં કાવેરી નદીના પૂરમાં 45 લોકો ફસાયા

2022-07-14 1

ભારે વરસાદને પગલે ચીખલી નજીક કાવેરી નદીના પટમાં સ્થિતિ વણસી હતી. જેને લઈને નદીનું પાની કિનારાના ઘરોમાં ફરી વળ્યું હતું. 45 જેટલા લોકો પાણીમાં ફસાતા ચીખલીના PSI અને બે પોલીસ જવાનોએ ગળાડૂબ પાણીમાંથી લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. આ સિવાય ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા NDRFની ટિમ પણ આવી પોહચી હતી.