અમદાવાદમાં ફિણવાળુ પાણી નીકળતા લોકોમાં ભારે રોષ

2022-07-14 656

અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશનના શાસકો અને વહીવટી તંત્ર જાગો. વરસાદ બાદ જુઓ આ અમદાવાદની હાલત શું થઇ છે.

સરસપુર વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી સાથે સફેદ ફિણવાળા

પાણી નીકળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તેમાં

નજીકમાં જ કાપડની મિલ આવી હોવાના કારણે પાણી નીકળ્યા હોવાનું અનુમાન છે. તેમજ

પાણીમાંથી નીકળતા સમયે લોકોને

ચામડીની બીમારીઓ થવાનો ભય છે.