CBIની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેક્ટર કે. રાજેશની લાંબી તપાસના અંતે ધરપકડ કરી છે. કે રાજેશ સામે કલેક્ટર પદે રહેવા દરમિયાન વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આરોપ બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત સીબીઆઈએ કે. રાજેશના નિવાસ સ્થાને સ્થારે રેડ કરી હતી. અગાઉ રેડ બાદ સુરતથી એક વચેટીયાની પણ ધરપકડ કરવામાં આવી હતી.