ગુજરાત રમખાણ: પૂર્વ IPS સંજીવ ભટ્ટ 20 જુલાઈ સુધી રિમાન્ડ પર

2022-07-13 196

ગુજરાતમાં 2002ના રમખાણોના કેસમાં બનાવટી દસ્તાવેજો ઉભા કરવા તેમજ ખોટા સાક્ષીઓ બનાવવાના કેસ સંદર્ભે ગઈકાલે ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડ કરવામાં આવેલા પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશનની ટીમે સંજીવ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે કોર્ટે 20 જુલાઈ સુધીના રિમાન્ટ મંજૂર કર્યાં છે.