હવે કોવિડ વૅક્સિનનો બૂસ્ટર ડોઝ પણ મફત મળશે

2022-07-13 120

કોરોના સામેની જંગ જીતવા માટે કેન્દ્ર સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે કોવિડ વૅક્સિનનો બૂસ્ટર ડોઝ તમામ લોકો માટે ફ્રી કરી દેવામાં આવ્યો છે. 18 વર્ષથી ઉપરની વયના લોકોને મફતમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. કોરોનાના વધતા જતાં કેસો વચ્ચે સરકારનો આ નિર્ણય ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે.