અમરેલીના બગસરામાં સાતલડી નદીમાં ઘોડાપુર આવ્યું, ગામના બે ભાગ પડ્યા

2022-07-13 406

અમરેલીના બગસરામાં સાતલડી નદીમાં ઘોડાપુર આવ્યું છે. જેમાં લુંઘીયા ગામમાં ભારે વરસાદથી નદીમાં ઘોડાપુર આવ્યું છે. તેમાં ગામના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે. જેમાં પાણી

ભરાતા લોકોને ભારે હાલાકી થઇ છે. તેમાં બગસરા આવતા વિદ્યાર્થીઓને ફરજિયાત રજા રાખવી પડી છે.

બગસરાના લુઘયા ગામમા જોરદાર વરસાદ પડતા સાતલડી નદીમા ઘોડાપુર આવતા લોકોને હાલાકી પડી રહી છે. આ ગામમાં રાત્રીના 8 ઇંચ વરસાદ પડયો છે. તેમજ નદીમા ઘોડાપુર

આવતા ગામના પરાના વિસ્તારમાથી ગામમા આવવાનો મુખ્ય માર્ગ બંધ થયો છે. તેથી ગામ બે ભાગમાં વહેંચાયુ છે. આ સ્થિતિ થતા આજે અભ્યાસ કરતા બગસરા આવતા વિદ્યાર્થીઓ

તેમજ લુઘયા ભણતા વિદ્યાર્થીઓને આજે ફરજિયાત રજા રાખવી પડી છે. આ સ્થિતિ સર્જાતા લોકોને પણ ભારે હાલાકી પડી રહેલ છે.

Videos similaires