નખત્રાણાથી પસાર થતા ભુજ-લખપત હાઇવે ઉપર પાણી ફરી વળતા હાઈવે ઉપર કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. જેને લીધે અનેક વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ સિવાય નખત્રાણા નગરના રસ્તાઓ ઉપર પણ પાની ફરી વળ્યા હતા. નખત્રાણામાં છેલ્લા કેટલાક કલાકોમાં જ 5 ઈંચ વરસાદ પડ્યો હતો.