અમદાવાદમાં ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે. જેમાં કરોડોના ખર્ચે પ્રિ-મોન્સૂન કામગીરી પાણીમાં ધોવાઈ છે. તેમજ ગટરોના પાણી બેક મારતા હાઈવે પર પાણી ભરાયા
છે. તથા મુખ્ય રોડ પર ગટરમાંથી પાણી બહાર નીકળ્યા છે. તેમજ શહેરમાંથી ખાલી થઈ રહેલ વરસાદી પાણીએ બેક માર્યુ છે.
ઉલ્લેખનીય છે કે કરોડોના ખર્ચે કરેલ પ્રિ-મોન્સૂન કામગીરીનો ખર્ચ પાણીમાં ધોવાયો છે. તેમાં શાંતિપુરા ચોકડી પાસે પાણી ભરાયા છે. તથા ગટરોના પાણી બેક મારતા હાઇવે પર પાણી
ભરાયા છે. તેમજ મુખ્ય રોડ પર ગટરમાંથી પાણી બહાર નીકળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ પાર્કિંગમાં સ્વખર્ચે લોકોને મોટર લગાવી પાણી બહાર
ફેકાવાની કામગીરી કરવી પડી રહી છે.