છોટાઉદેપુરના સંખેડાના હરેશ્વર પાસે કારનું રેસ્ક્યુ કરાયું છે. જેમાં બોબર કોતરમાં પાણી આવી જતા રસ્તા પર પાણી ભરાયું હતુ. તેથી કાર પસાર થતા સમયે પાણીમાં ફસાઈ હતી.
તેમજ હરેશ્વર-વાઘોડિયાનો રોડ વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે.
છોટાઉદેપુર સંખેડા હરેશ્વર પાસે ઇકો ગાડીનું રેસ્ક્યુ કરાયું છે. જેમાં બોબર કોતરમાં પાણી આવી જતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યું છે. તેમાં ઇકો ગાડી પસાર થતા પાણીમાં ફસાઈ હતી.
તેથી સંખેડા પ્રશાસનને જાણ કરાતા તંત્ર અત્રે પહોંચ્યું છે. અને ફાયર બ્રિગેડની ટીમે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે દેવદૂત બનીને ઇકો ગાડી બહાર કાઢી હતી. તેમજ હાલમાં પણ
હરેશ્વર-વાઘોડિયા રોડ વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે. તથા પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે.