હવે રૂપિયો પણ ડોલરની લાઈનમાં આવીને ઉભો રહી જાય તે દિશામાં ભારતીય રિઝર્વ બેંકે મોટો નિર્ણય લીધો છે. હકીકતમાં રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ ઈન્ટરનેશન ટ્રેડ સેટલમેન્ટ માટે ભારતીય રૂપિયાના ઉપયોગ કરવાને મંજૂરી આપી દીધી છે. RBIએ કહ્યું છે કે, વૈશ્વિક સ્તર પર થનારા વેપારના બદલામાં રૂપિયામાં પેમેન્ટ સ્વીકારવામાં આવશે. એક્સપોર્ટમાં ભારતીય રૂપિયાના ઉપયોગથી ગ્લોબલ ટ્રેડિંગમાં રૂપિયાનું વર્ચસ્વ વધવાથી રૂપિયામાં મજબૂતી આવશે.