ગુજરાતમાં વરસાદ અને રાહતની કામગીરી અંગે મહેસૂલ મંત્રીનું નિવેદન

2022-07-11 477

રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી વરસાદ અને રાહત કામગીરીની સમીક્ષા કરવા માટે આજે સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે રાહત કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા.

રાજ્યમાં વરસાદની વર્તમાન પરિસ્થિતિને લઈને મહેસૂલ મંત્રીએ જણાવ્યું છે કે, પહેલી જૂનથી અત્યાર સુધીમાં રાજ્યમાં 62થી વધુ લોકોના મોત થયા છે. જે પૈકી વીજળી પડવાના કારણે 33 લોકોના મોત થયા છે. જ્યારે ઝાડ પડવાના કારણે 5 લોકો મોતને ભેટ્યા છે.

Videos similaires