એકતરફ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘ મહેર જોવા મળી રહી છે, ત્યારે વરસાદી માહોલ વચ્ચે સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિસ્તારના સુંદર દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. લીલાછમ ડુંગરાઓની વચ્ચે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનો અદ્દભૂત નજારો જોવા મળી રહ્યો છે.