હાલ રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. શહેરોના રસ્તા ઉપર પાણી ભરાતા વાહનચાલકોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરચ્વો પડી રહ્યો છે. ખેડા જિલ્લાના ડાકોરમાં આજે ભારે વરસાદને પગલે મુખ્યમાર્ગ ઉપર ભૂવો પડતા 100 મુસાફરો ભરેલી એક એસટી બસ ફસાઈ હતી. જેને લીધે રસ્તા ઉપર ટ્રાફિક સર્જાયો હતો.