કચ્છમાં ભારે વરસાદની આગાહી, કલેક્ટરના હુકમ બાદ માંડવી બીચ ખાલી કરાવાયો

2022-07-10 869

કચ્છમાં તા.7 થી 13 દરમિયાન ભારે વરસાદની આગાહી વચ્ચે આગામી તા.11 થી 13 વચ્ચે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે તકેદારીના ભાગરૂપે માંડવી બીચ આજે ખાલી કરાવવામાં આવ્યો છે.

કચ્છ જિલ્લા કલેકટરે આગાહી સામે ઝીરો કેઝયુઅલ્ટી નીતિ અંતર્ગત હુકમ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, માંડવી તાલુકામાં ભારે વરસાદની આગાહીના પગલે જોખમી સ્થળો જેવા કે, માંડવી વિન્ડફાર્મ, કાશી વિશ્વનાથ બીચ તથા રૂકવાવતી નદી તેમજ નદીના જૂના-નવા પુલ અને તેની આસપાસના વિસ્તારો ઉપરાંત તાલુકના તમામ ગામોના નદી-નાળા, તળાવ, ડેમ તેમજ પાણી ભરાતાં સ્થળો પર ના જવા તાકીદ કરી હતી. જેના પગલે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી, જે અંતર્ગત માંડવી બીચ ખાલી કરાવાયો હતો.