દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત જોવા મળી રહી છે. નવસારી જિલ્લામાં સતત વરસાદથી નદી-નાળા છલકાયા છે. ભારે વરસાદને પગલે નવસારીની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે.ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે નવસારી જિલ્લાની નદીઓ ગાંડીતૂર બની છે.