દેડિયાપાડા તાલુકામાં સવારના 6 વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં 109 મિ.મી. વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દેડિયાપાડા તાલુકાના મોઝદા ગામ પાસે તરાવ નદીમાં પુરના કારણે પુલ પર પાણી ફરી વળ્યા હતા. ઉપરાંત દેવનદીમાં પણ પુર આવ્યુ છે.