મેઘરાજા છોટા ઉદેપુર ઉપર મહેરબાન થયા હોય તેમ સતત 3 દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે સંખેડા તાલુકાને ઘમરોળ્યા બાદ આજે બોડેલી તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. છોટા ઉદેપુરમાં સાર્વત્રિક વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર બની છે, તો જનજીવન પણ ખોરવાયું છે.