શ્રીલંકા પોતાના ઈતિહાસના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. રાજધાની કોલંબોમાં હજારો પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના આવાસમાં ઘૂસી ગયા છે અને તોડફોડ કરી છે. લોકોના વિરોધને જોતા રાજાપક્ષે પોતાનું ઘર છોડીને જતાં રહ્યાં છે. બીજી તરફ પ્રધાનમંત્રી રાનિલ વિક્રમાસિંઘેએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે.