શહેરમાં જામેલા વરસાદી માહોલ વચ્ચે ડભોલી ચાર રસ્તા પાસેના ગાયત્રી મંદિર નજીક વર્ષો જુનુ વડનું ઝાડ તૂટી પડ્યું હતું. વડનું ઝાડ સ્ટ્રીટ લાઈટના પોલ સાથે પાર્કિંગમાં ઉભેલી એક કાર પર પડતા નુકસાન થવા પામ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી.