અમરનાથ ગુફામાં વાદળ ફાટવાથી થયેલી તબાહીમાંથી લોકોને હજુ બચાવી રહ્યા છે કે હવે જમ્મુના ડોડા જિલ્લાના થથરીમાં વાદળ ફાટવાના સમાચાર આવી રહ્યા છે. જો કે હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે વાદળ ફાટવાના કારણે ઘણા વાહનો અને મકાનો કાટમાળ નીચે દટાયા છે. બીજી તરફ અમરનાથ ગુફામાં વાદળ ફાટવાના કારણે અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે.