હાલ અમદાવાદ સહીત સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આજે સવારથી જ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. સતત બે કલાકથી વધારે સમય સુધી વરસાદ વરસતા અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.