અમદાવાદમાં ચારે બાજુ પાણી પાણી

2022-07-08 2

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. જેમાં રિવરફ્રન્ટ નદીના તટ પર મોહક દ્રશ્યો સર્જાયા છે. તથા વરસાદ પડતા વાતાવરણમાં ઠંકડ પ્રસરી છે. તેમજ મણીનગર,

દાણીલીમડા, કાલુપુર, સરસપુર તેમજ પૂર્વ અને પશ્ચિમ બન્ને વિસ્તારમાં ધીમી ધારે મેઘરાજાએ એન્ટ્રી કરી છે. સાંજ સુધીમાં અમદાવાદમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

પૂર્વ ઝોનમાં 24.17 mm વરસાદ
અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં પૂર્વ ઝોનમાં સૌથી વધુ વરસ્યો વરસાદ ખાબક્યો છે. તેમાં પૂર્વ ઝોનમાં 24.17 mm વરસાદ, પશ્ચિમ ઝોનમાં 23.01 mm,
મધ્ય ઝોનમાં 20.50 mm, દક્ષિણ ઝોનમાં 17.૦૦ mm વરસાદ પડ્યો છે.

રિવરફ્રન્ટ નદીના તટ પર મોહક દ્રશ્યો સર્જાયા
અમદાવાદમા વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણ મોહક બન્યુ છે. અને અમદાવાદનું વાતાવરણ જાણે કે હિલ સ્ટેશન બન્યું છે તેવો માહોલ જામ્યો છે.

તેમાં રીવરફ્રન્ટ નદીના તટ પર મોહક દ્રશ્યો સર્જાયા છે. તથા વરસાદ પડતા વાતાવરણમાં ઠંકડ પ્રસરી છે. જેમાં મણીનગર, દાણીલીમડા, જમાલપુર, કાંકરીયા સહિત તમામ વિસ્તારોમાં

વરસાદ છે.

વરસાદ પડતા વાતાવરણમાં ઠંકડ પ્રસરી
ઉલ્લેખનીય છે કે અમદાવાદની સાથે સાથે અમદાવાદના આજપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘમહેર થઇ છે. જેમાં વિરમગામ અને માંડલના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.

તેમજ નળકાંઠા ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તથા હાંસલપુર, સોકલી, જુના પાઘર, સોકલી, નીલકી, ભોજવા ડુમાણામાં વરસાદ પડ્યો છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં

પાણી ભરાયા છે. તથા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તેમજ ખેડૂતમાં ખુશીની લહેર ફેલાઇ છે.