ગામની વચ્ચે સિંહે કર્યું મારણ, મિજબાનીનો વીડિયો થયો વાયરલ

2022-07-08 1,163

કોડીનારના આલિદર ગામે સિંહે મારણ કરી મિજબાની માણી છે. જેમાં ગીરની આસપાસના ગામોમાં છાસવારે સિંહો આવી જાય છે. તેમાં ગામની ગૌશાળામાં પ્રવેશીને અથવા તો ગામમાં ફરતી ગાય, ભેસ સહિતના માલઢોરનું સિંહો દ્વારા શિકાર કરવામાં આવે છે. આ વીડિયો કોડીનાર નજીકના આલીદર ગામનો છે. જ્યાં સિંહે ગામમાં ઘુસી અને એક ગાયનું મારણ કર્યું અને ગામની વચ્ચોવચ તેની મિજબાની પણ માણી છે.