દ્વારકાધીશ મંદિર ઉપર મેઘરાજાનો ધોધમાર જળાભિષેક

2022-07-08 8

દ્વારકામાં 48 કલાકમાં 9 ઇંચ વરસાદ પડ્યા બાદ આજે ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સવારે મંગળા આરતી વખતે એક તરફ ભાવિકો ભગવાન દ્વારકાધીશની ભક્તિ કરતા હતા.

એવા વખતે મેઘરાજાએ ગાજવીજ સાથે મંદિર ઉપર જલાભિષેક કર્યો હતો. જેમાં દ્વારકામાં ચોમેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે અહીંના દરિયાકાંઠાના પર્યટન સ્થળો ઉપર

ભાવિકોને ન જવા માટે સાવઘ કરાયા છે. તેમજ દેવભૂમિ દ્વારકાના ઇન્દ્રોઈ કેનેડી સહિતના ગામોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. તથા 10 કિલોમીટર દૂર આવેલા વાંછુ ગામમાં

નવ ઇંચ વરસાદ પડ્યો છે.

Videos similaires