ભચાઉમાં બે કાંઠે વહી રહેલી નદીમાં ટ્રક ગરકાવ

2022-07-07 603

કચ્છ જિલ્લાના ભચાઉના આઘોઇ ગામે બે કાંઠે વહી રહેલી નદી પાર કરવા જતાં ટ્રક પાણીમાં ગરકાવ થઇ ગઈ છે. ગ્રામજનોએ કરેલા રેસ્ક્યુ ઓપરેશનને લીધે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે. હાલ મળતી માહિતી મુજબ JCB થી ટ્રકને બહાર કાઢવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આઘોઇ ગામમાંથી પસાર થતી નદી ઉપર 4 વર્ષ અગાઉ પુલ ધરાશાયી થઇ ગયો હતો. જે બાદ ગ્રામજનોને ચોમાસાની ઋતુમાં નદી પાર કરવા માટે અગવડો સર્જાઈ રહી છે.

Videos similaires