ધારાસભ્યો વચ્ચેના વિવાદથી વિકાસ રૂંધાવો ન જોઈએ : પાટીલ

2022-07-07 267

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં અમલસાડ ગામ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે જાહેરમાં બે ધારાસભ્યો વચ્ચે ચાલી રહેલા વિવાદને સ્વીકાર્યો હતો. અને તે અંગે ટકોર પણ કરી હતી. પાટીલે પોતાના વક્તવ્યમાં જાહેર મંચ ઉપરથી નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ અને જલાલપોરના ધારાસભ્ય આર.સી પટેલનો સ્પષ્ટ ઉલ્લેખ કરી તેમની વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગે ટિપ્પણી કરી હતી. પિયુષ દેસાઇ વિજલપોરને પાણી ન આપે અને આર.સી. પટેલ નવસારીનો કચરો વિજલપોરમાં ન નાખવા દે તેવી સ્પષ્ટ વાત પાટીલે જાહેરમંચ ઉપરથી કરી હતી. આ સાથે પાટીલે ધારાસભ્યોના વિવાદ વચ્ચે વિકાસ રૂંધાવો ન જોઈએ તેવી ટકોર પણ કરી હતી.

Videos similaires