સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના ધારાશાસ્ત્રીઓ દ્વારા બળવો કર્યા બાદ વડાપ્રધાન બોરિસ જોનસન મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. 24 કલાકથી ઓછા સમયમાં ઓછામાં ઓછા 39 મંત્રીઓ અને સંસદીય સચિવોએ રાજીનામું આપ્યું છે. એટલું જ નહીં, ગૃહમંત્રી પ્રિતી પટેલ અને પરિવહન મંત્રી ગ્રાન્ટ શૅપ્સ સહિત બે ડઝન વરિષ્ઠ મંત્રીઓએ બુધવારે પીએમને મળ્યા અને તેમને રાજીનામું આપવા કહ્યું.