પંચમહાલના નાની પિંગળી ગામે સ્મશાનના અભાવે વરસાદમાં અંતિમક્રિયા કરવા લોકો મજબુર

2022-07-07 187

હાલ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે રાજ્યના કેટલાક ગામડાઓમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. તેવામાં એક વાઈરલ થયેલા વીડીયોમાં કેટલાક ડાઘુઓ ગામમાં સ્મશાન ન હોવાને કારણે મૃતદેહનો અંતિમ સંસ્કાર વરસતા વરસાદમાં તાડપત્રીના સહારે કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
આ વીડીયો પંચમહાલ જિલ્લાના કલોલના નાની પિંગળી ગામનો હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

Videos similaires