દ્વારકામાં વરસાદને કારણે શિવરાજપુર બીચ કરાયો બંધ

2022-07-07 598

દ્વારકા દરિયાકિનારે આવેલા મંદિર અને ઘાટના દર્શન બંધ કરાયા છે. તેમજ યાત્રિકો ભડકેશ્વર મહાદેવના મંદિરે જઈ શકશે નહી. જેમાં મંદિર શ્રદ્ધાળુઓ માટે બંધ કરાયું છે. તથા

દરિયાકિનારે આવેલો ગોમતીઘાટ પણ બંધ કરાયો છે. સાથે જ શિવરાજપુર બીચ પણ બંધ કરાયો છે.

ભડકેશ્વર મહાદેવના મંદિરે યાત્રિકો નહી જઈ શકે

ઉલ્લેખનીય છે કે 10 જુલાઈ સુધી બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. તેમજ દ્વારકાની આસપાસ આવેલા ગામોમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં 39 ગામોમાં વરસાદને લઈ એલર્ટ

જાહેર કરવામાં આવ્યુ છે. ખાસ દરિયાકાંઠાના ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તેમજ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે. જેમાં તલાટી અને સરપંચોને ગામમાં

હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. તથા ભારે વરસાદના કારણે આશ્રય સ્થાન તૈયાર કરાયા છે.

દરિયાકિનારે આવેલો ગોમતીઘાટ પણ બંધ કરાયો

તેમજ સ્કૂલો અને સમાજવાડીમાં આશ્રય સ્થાન તૈયાર કરાયા છે. તેમાં વધુ વરસાદ પડે લોકોને સ્થળાંતર કરવાની તૈયારી કરવામાં આવી છે. તેમજ ઓખાથી બેટ દ્વારકા ફેરી બોટ સર્વિસ

બંધ કરાઇ છે. તેમાં દરિયામાં ભારે કરંટના કારણે ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ છે. જેમાં ભારે વરસાદ અને પવનના કારણે દર્શન બંધ કરવામાં આવ્યા છે. તથા એકપણ બોટને દરિયામાં ન

જવા સૂચના આપવામાં આવી છે. તેથી ઓખા ખાતેથી તમામ સેવાઓ અટકાવી દેવામાં આવી છે.