IIM ઇન્સ્ટિટ્યૂટમાં ફરી કોરોનાનો પગપેસારો થયો છે. જેમાં બે દિવસમાં દસ લોકો કોરોના સંક્રમિત થયા છે. તેમાં 5 જુલાઈએ એક જ દિવસમાં 6 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.
તેમજ 6 જુલાઈએ એક જ દિવસમાં 4 કોરોના પોઝિટિવ આવ્યા છે. તથા જુલાઈ મહિનામાં IIMમાં દસ લોકો કોરોના સંક્રમિત થયા હતા. તેમાં કોરોના પોઝિટિવ તમામને આઇસોલેટ
કરવામાં આવ્યા છે.
કોરોનાના નવા કેસોમાં ચિંતાજનક વધારો
ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા કેસ 600ને પાર પહોંચી ચૂક્યા છે. જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ 259 કેસ સામે આવ્યા છે.
સ્વાસ્થ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 665 કેસ નોંધાયા છે. જ્યારે 536 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં
આવ્યા છે.
કોરોના રિકવરી રેટ ઘટીને 98.81 ટકા પર પહોંચી ચૂક્યો
665 કેસ પૈકી સૌથી વધુ 259 કેસ એકલા અમદાવાદમાંથી જ સામે આવ્યા છે. જ્યારે સુરતમાંથી 104, વડોદરામાં 60, ગાંધીનગરમાં 72 કેસ નોંધાયા છે. આ સિવાય ભાવનગર અને
વલસાડમાં 28, નવસારીમાં 22, મહેસાણામાં 20, કચ્છમાં 13 કેસ નોંધાયા છે. જ્યારે આણંદ-મોરબીમાં 8-8, જામનગરમાં 7, રાજકોટમાં કેસ સામે આવ્યા છે. રાજ્યમાં નવા નોંધાતા કેસની
સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા છેલ્લા ઘણાં દિવસથી ઘટી રહી છે. જેના કારણે કોરોના રિકવરી રેટ ઘટીને 98.81 ટકા પર પહોંચી ચૂક્યો છે.