સાસણ ગીરના જંગલમાં એક સાથે 18 સિંહોનો અદભુત નજારો

2022-07-07 2,150

ભારત દેશના ગૌરવરૂપ સાસણ ગીરના જંગલમાં જેમનું નિવાસ સ્થાન છે તેવા એશિયાટિક લાયનનો અદભુત નજારો સામે આવ્યો છે. ગીર જંગલમાં એક સાથે 18 સિંહ બેઠા હોય તેવી

તસ્વીર કેમેરામાં કેદ થઇ છે. જેને નિહાળી સૌકોઈ અલૌકિક સ્વપ્નમાં જ રાચવા માંડે. અગાઉ 9, 11, 14 અને 16 સિંહોના સમૂહની અલભ્ય તસ્વીરો કેમેરામાં કેદ થઈ હતી.

૩૦,૦૦૦ ચોરસ કિલોમીટરમાં પથરાયેલા ગીર જંગલમાં 674 સિંહ વસવાટ કરી રહ્યા છે. 5 જૂને વિશ્વ પર્યાવરણ દિને ભૂષણ પંડયા અને તેમના પત્ની પ્રીતિ પંડયા જીપ્સીમાં ગીર જંગલની

મુલાકાતે હતા. ત્યારે શરૂઆતમાં રાયડી પાસે બે સિંહણ અને ત્યાંથી આગળ ગડકબારી વોટરહોલની પાસે બે સિંહણ અને ત્રણ માસના 5 નાના બચ્ચાનો સમૂહ જોવા મળ્યો. તેવામાં બંને

સિંહણ અને બચ્ચા ઉભા થઇ ખુલ્લા મેદાનમાં બેઠા તેટલામાં આશ્ચર્યની વચ્ચે જ ચાર સિંહણ અને 9 બચ્ચા સાથેનો 13 સિંહો એક પછી એક ખુલ્લા મેદાનમાં આવી બેસી જતા અલૌકિક સ્વપ્ન

જોઈ રહ્યા હોય તેવી જ અનુભૂતિ થઇ. એક સાથે 18 સિંહોના સુપર પ્રાઈડના દર્શનનો અદભૂત નજારો જોવાનો લ્હાવો મળ્યો.

અગાઉ વર્ષ 1971માં બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફીના યુગમાં સ્વર્ગસ્થ સુલેમાન પટેલે એક ફ્રેમમાં નવ સિંહોનો ફોટો લીધો હતો. જેને દેશ-વિદેશમાં વખાણવામાં આવી હતી. તે બાદ વર્ષ

1990ના દાયકાના અંતમાં આઈ.એફ.એસ. બી.પી.પંત દ્વારા 11 સિંહોની તસ્વીર કલર ફ્રેમ પર લેવાઈ. જે પછી આઈ.એફ.એસ. ડો.સંદીપ કુમારે ડીસેમ્બર- 2011માં 14 સિંહોના પ્રાઈડની

તસ્વીર કેમેરામાં કેદ કરી હતી. અને છેલ્લે વર્ષ 2016માં આઈ.એફ.એસ. ડો.ટી.કુરુપ્પાસામી અને ડો.સક્કીરા બેગમ દ્વારા 16 સિંહોની અદભૂત તસ્વીર લેવાઈ હતી. જે બાદ હવે 18 સિંહોની

તસ્વીર લઇ પ્રીતિબેને સિંહોની યાદગાર તસ્વીરો કંડારવામાં પોતાનું નામ અંકિત કર્યું છે.