સુત્રાપાડામાં ભારે વરસાદે સર્જી તારાજી, ગામ અને ખેતરો જળમગ્ન થયા

2022-07-06 196

ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ચૂક્યું છે. રાજ્યના ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર એલર્ટ છે. મેઘરાજાએ અષાઢી બીજનું મુહૂર્ત સાચવ્યા બાદ સૌરાષ્ટ્રમાં સતત વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં સાંબેલાધાર 12 ઈંચથી વધુ વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી છે.

Videos similaires