ગીર સોમનાથમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં સુત્રાપાડામાં બે કલાકમાં સવા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. તથા કોડીનારમાં 2.5 ઈંચ, વેરાવળમાં 1.5 ઈંચ
વરસાદ પડ્યો છે. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં રાત્રી દરમ્યાન અવિરતપણે મેઘ વરસી રહ્યો છે.
જેમાં વહેલી સવારે 4થી 6 વાગ્યા દરમિયાન સુત્રાપાડા તાલુકામાં 2 કલાકમાં સવા ચાર ઇંચ ખાબક્યો છે. તથા કોડીનારમાં અઢી ઇંચ, વેરાવળમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ
આજે સવારે 06 વાગ્યા સુધી 24 કલાકમાં નોંધાયેલ વરસાદમાં ઉના - 29 mm, કોડીનાર - 159 mm, ગીરગઢડા - 0 mm, તાલાલા - 12 mm, વેરાવળ - 47 mm, સુત્રાપાડા -
168 mm વરસાદ પડ્યો છે.