રાજયના કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ

2022-07-06 2,023

રાજયના કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ થઇ છે. જેમાં રાજ્યમાં ત્રણ કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તેમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગાહી

છે. તથા પોરબંદર, દીવ, દ્વારકા, જુનાગઢ, જામનગરમાં પણ વરસાદની આગાહી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, દાહોદ,પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર, વડોદરામાં મેઘો મહેરબાન થશે. તેમજ મહેસાણા, પાટણ, ગાંધીનગરમાં

છુટા છવાયા વરસાદની આગાહી છે. તથા રાજ્યમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

Videos similaires