મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ પહોંચ્યા

2022-07-06 323

વહિવટી તંત્ર સાથે બેઠક કરી હાલની સ્થિતિની સમીક્ષા કરી
કંટ્રોલ રૂમ ખાતેની કામગીરી અને સંકલન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી

રાજ્યમાં ભારે વરસાદ અને આગાહીને લઈ તંત્ર એલર્ટ પર છે. જેમાં વહિવટી તંત્ર સાથે બેઠક કરી હાલની સ્થિતિની સમીક્ષા બેઠક કરવામાં આવી છે. તેમાં કંટ્રોલ રૂમ ખાતેની કામગીરી અને

સંકલન સહિતના મુદ્દા પર ચર્ચા થઇ હતી. તેમજ ગુજરાતના તમામ કલેક્ટરને વરસાદ અંગે સુચના અપાઈ છે.

ગીર સોમનાથ જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ વરસાદ

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે કે ડિઝાસ્ટર અધિકારીઓ સાથે ચર્ચા કરી છે તમામ એલર્ટ પર છે. તેમજ સમગ્ર ગુજરાતમાં પડેલા વરસાદની માહિતી મંગાવી છે. વધુ વરસાદ

હતી ત્યાં તંત્રએ લોકોને ઝડપથી સ્થળાંતર કર્યા છે. તથા સ્થળાંતરીત લોકો માટે ભોજન અને રહેવાની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ટ્રાફિક જામના થાય તેની કાળજી

રાખવા સૂચના અપાઈ છે. તથા નાગરિકોને મોટા હાઈવે પર તકલીફ ના પડે તે અંગે સુચના અપાઈ છે. તેમજ ગીર સોમનાથ જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ વરસાદ પડ્યો છે.

સુત્રાપાડામાં સાત કલાકમાં 12 ઇંચ વરસાદ

ગીર સોમનાથ જિલ્‍લામાં ગત રાત્રિથી મેઘરાજા અનરાધાર વરસી રહ્યાં છે. જેમાં સુત્રાપાડામાં સાત કલાકમાં 12 ઇંચ, કોડીનારમાં સાતેક કલાકમાં 9 ઇંચ અને વેરાવળ-સોમનાથમાં છ

કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. એને પગલે સુત્રાપાડા અને કોડીનાર શહેર તથા પંથકમાં જળબંબાકારની સ્‍થ‍િતિ સર્જાઇ છે. તો ભારે વરસાદને પગલે વેરાવળ-કોડીનાર વચ્‍ચે

પેઢાવાડા પાસે હાઇવેનાં કામ અંર્તગત કઢાયેલા રસ્તાઓ સોમત નદીના પૂરના પાણીમાં ગરકાવ થતાં વાહન-વ્‍યવહાર ખોરવાઇ જતાં બન્ને તરફ વાહનોની લાઇનો લાગી હતી. તો ગ્રામ્‍ય

વિસ્‍તારના રસ્‍તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થયાં છે.

Free Traffic Exchange

Videos similaires