દેશના અનેક સ્થળો પર વરસાદથી જનજીવન ખોરવાયું

2022-07-06 247

દેશના અનેક ભાગોમાં ચોમાસુ સક્રિય છે. અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી પાંચ દિવસ દરમિયાન મધ્ય ભારત, પશ્ચિમ કિનારા અને ઉત્તર પશ્ચિમ ભારતમાં સક્રિય ચોમાસાની સ્થિતિ પ્રવર્તશે. IMDએ તેના હવામાન બુલેટિનમાં આગામી થોડા દિવસો દરમિયાન ગુજરાત, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને દક્ષિણી રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે.