દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. જેમાં 14 કલાકમાં કલ્યાણપુરમાં 6.5 ઈંચ વરસાદ આવ્યો છે. તેમાં દ્વારકામાં 4, ખંભાળિયામાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ ભારે
વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તથા રાવલ-સુર્યાવદર, ભાસ્થર-સુર્યાવદર વચ્ચેનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
ઉલ્લેખનીય છે કે સાની નદીમાં પુર આવતા મુખ્ય માર્ગ બંધ થતા લોકોને હાલાકી પડી રહી છે. તેમજ જિલ્લામાં અનેક નદી-નાળા અને ચેક ડેમ ઓવરફ્લો થયા છે. દ્વારકા જિલ્લામાં છેલ્લા
14 કલાકમાં કલ્યાણપુર પંથકમાં 6.5 ઇંચ તો દ્વારકામાં 4 ઇંચ જ્યારે ખંભાળિયા પંથક 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચારે તરફ પાણી પાણીના દ્ર્શ્યો સર્જાયા છે. જેમાં કલ્યાણપુર પંથકમા
ખાબકેલા અવિરત વરસાદના પગલે રાવલ, સુર્યાવદર તેમજ ભાસ્થર-સુર્યાવદર વચ્ચેનો રસ્તો બંધ થયો છે.
જિલ્લામાં અનેત નદી-નાળા અને ચેક ડેમ ઓવરફ્લો
સાની નદીમાં પુર આવવાના કારણે મુખ્ય માર્ગ બંધ થતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ સીમાની કાલાવડ થી બારા તરફ જતાં માર્ગ પરના પુલ પર પાણી
ફરી વળતા લોકોને જીવના જોખમે દોરડા વડે પુલ પાર કરવાનો વારો આવ્યો હતો. તથા અવિરત વરસાદના કારણે જિલ્લામાં મોટા ભાગના નદી નાળા તેમજ ચેક ડેમો ઓવરફ્લો થયા છે.