રાજકોટમાં ધોધમાર વરસાદ વચ્ચે ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી છે. શહેરના જામનગર રોડ પર ભારે વરસાદ વચ્ચે પોતાના માસૂમ સાથે એક મહિલા ફસાઈ હતી. આ દરમિયાન ડ્યૂટી પૂરી કરીને જતી ટ્રાફિક પોલીસની નજર તેમના પર પડી હતી. આથી પોલીસે પળનો પણ વિલંબ કર્યાં વિના માતા અને બાળકને પોતાની જીપમાં બેસાડીને માનવતાની મહેંક ફેલાવી છે.