જમ્મુ-કાશ્મીરમાં પવિત્ર અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન પર અસ્થાયી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. હવામાનના કારણે આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પ્રશાસને કહ્યું કે ખરાબ હવામાનને કારણે બાલતાલ અને પહેલગામમાં યાત્રાને અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે. હવામાન સ્વચ્છ થયા બાદ જ જવાની પરવાનગી આપવામાં આવશે. આગામી 24 થી 36 કલાક સુધી કાશ્મીર ઘાટીમાં વરસાદનું એલર્ટ છે. ઘાટીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે.