સુરતમાં ભારે વરસાદથી રસ્તાઓ બિસ્માર : ખાડાઓને કારણે લોકો પરેશાન
2022-07-05 101
છેલ્લા કેટલાક દિવસોથી સુરત સહીત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે સુરત શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર બન્યા છે. ભારે વરસાદને કારણે રોડ ધોવાઈ જતાં રસ્તાઓ ખાડાવાળા બનતા વાહન ચાલકોને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે.