દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જામ્યો વરસાદી માહોલ

2022-07-05 240

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 156 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. તેમજ વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 6.5 ઈંચ

વરસાદ છે. તથા વલસાડના પારડી તાલુકામાં 5.5 ઈંચ વરસાદ સાથે સુરતના પલસાણા તથા વલસાડના વાપીમાં 4.5 ઈંચ વરસાદ છે.

અન્ય 42 તાલુકાઓમાં 1થી 4 ઈંચ વરસાદ

ઉલ્લેખનીય છે કે સુરતના ચોર્યાસી તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ સાથે અન્ય 42 તાલુકાઓમાં 1થી 4 ઈંચ વરસાદ છે. તેમજ રાજ્યમાં સીઝનનો કુલ વરસાદ 16.44 ટકા થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમા 30 જિલ્લાઓના 156 તાલુકાઓમા વરસાદ ખાબક્યો છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા વરસાદી માહોલ વચ્ચે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. તથા ભારે

વરસાદની આગાહીને લઈ ગીર સોમનાથનું તંત્ર સજ્જ થયુ છે. જેમાં કલેક્ટરની રાહબરી હેઠળ ડિઝાસ્ટરની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે.

રાજ્યમાં સીઝનનો કુલ વરસાદ 16.44 ટકા થયો

તેમજ NDRFની અત્યાધુનિક સાધનો સાથે 25 જવાનોની ટીમ તૈનાત કરવામાં આવી છે. તથા જિલ્લામાં 29 સેલટર હોમ તૈયાર કરાયા છે. તેમજ જિલ્લા કન્ટ્રોલરૂમ ઉપરાંત તાલુકા મથકે

કન્ટ્રોલરૂમ કાર્યરત છે. તથા અધિકારીઓને હેડક્વાર્ટર ના છોડવા આદેશ આપવામાં આવ્યા છે. તેમજ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ રેસ્કયુ ટીમ તૈયાર રાખવામાં આવી છે. તથા તાલુકામાં

ક્લાસ વન અધિકારીની લાયઝનીગ અધિકારી તરીકે નિયુક્તી પણ કરવામાં આવી છે.

Videos similaires